“વિશ્વ યોગ દિવસની વધાઈ”

વહેલી સવારે સારું વિચારું , એ યોગ છે
બોલું ન કોઈ માટે નઠારું , એ યોગ છે

પોતાની ભૂલ માટે તરત માફી માગી લઉં બીજાની ભૂલ પણ હું સુધારું ,એ યોગ છે

આસન જો અટપટા નહિ કરશું તો ચાલશે
મહેનત કરી વજનને ઉતારું ,એ યોગ છે


મારા ગણીને સૌને પુકારું , એ યોગ છે
આનંદથી ઘરે હું પધારું , એ યોગ છે

વહેચું બધુય કીમતી મારું  , એ યોગ છે
માગું કદી નહિ જે છે તારું , એ યોગ છે

    “વિશ્વ યોગ દિવસની વધાઈ”

Comments

comments

Comments are closed.